Breaking News

વડોદરાની મહારાણી સ્કૂલના પ્રાંગણમાં વહેતી ગટર ગંગાથી વિદ્યાર્થીઓના આરોગ્યનું જોખમ

ભારત ન્યૂઝ લાઈવ 24
બરોડા બ્યુરો ચીફ 
નરેશપરમાર ની રિપોર્ટ 
હર ખબર આપ તક 
*********************
*********************
વડોદરાની મહારાણી સ્કૂલના પ્રાંગણમાં વહેતી ગટર ગંગાથી વિદ્યાર્થીઓના આરોગ્યનું જોખમ

શહેરના મધ્યમાં આવેલી મહારાણી હાઇસ્કુલના પ્રાંગણમાં ભયંકર દુર્ગંધ મારતી ગટર ગંગા વહેતી હોવાથી વિદ્યાર્થીઓ આરોગ્ય માટે ગંભીર સવાલો થયા છે.

મહારાણી ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના મેઇન ગેટમાં છેલ્લા એક સપ્તાહથી દુર્ગંધ મારતું ડ્રેનેજનું પાણી વહી રહ્યું છે વાલીઓ અને વિદ્યાર્થીઓને દરરોજ દૂષિત પાણીમાંથી આવ-જા કરવી પડે છે.

ક્યારેક બાળકો પાણીમાં પડી જવાના પણ બનાવો બનતા હોય છે. આ અંગે શાળાના સંચાલકો પણ દુર્લક્ષ સેવી રહ્યા હોય તેમ લાગે છે. જ્યારે, કોર્પોરેશન સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ પગલા નહીં લેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

No comments