Breaking News

પાણી પુરી ના શોકીન ચેતીજજો પાણીપુરીના 25 યુનિટ પર ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, 100 કિલો હાનિકારક જથ્થાનો નાશ કરાયો

ભારત ન્યૂઝ લાઈવ 24
બરોડા બ્યુરો ચીફ 
નરેશપરમાર ની રિપોર્ટ 
હર ખબર આપ તક 
********************* 
*********************
પાણી પુરી ના શોકીન ચેતીજજો 
પાણીપુરીના 25 યુનિટ પર ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, 100 કિલો હાનિકારક જથ્થાનો નાશ કરાયો 
ચોમાસાની શરૂઆત થતાં જ વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્લમ વિસ્તારમાં બનતી પાણીપુરીના 25 જેટલા યુનિટ ઉપર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ટીમે સળેલા બટાકા, ખરાબ ચણા અને પુરી મળીને 100 કિલો આરોગ્ય માટે હાનિકારક જથ્થાનો નાશ કર્યો હતો. ફૂડ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુમાં સંભવતઃ રોગચાળા સામે પાલિકાના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. જેમાં આજે શહેરના વી.આઇ.પી. રોડ ખોડીયારનગર, સમા, સમા ગણેશનગર જેવા સ્લમ વિસ્તારમાં બનતી પાણીપુરીના 25 યુનિટ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન સળેલા બટાકા, ખરાબ બાફલા ચણા અને ખરાબ તેલમાં તરાયેલી પુરી સહિત 100 કિલો જેટલો અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. અને પાણીપુરીના વેપારીઓને સ્વચ્છતા જાળવવા માટે તાકિદ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં બનતી પાણીપુરીના યુનિટો ઉપર કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

No comments