Breaking News

નંબર વગરની શંકાસ્પદ કાર સાથે બે યુવકો ઝડપાયા, કારની માલિકી બાબતે ગલ્લાતલ્લા કરતા ધરપકડ શહેરના

ભારત ન્યૂઝ લાઈવ 24   ગુજરાત. બરોડા બ્યુરો ચીફ નરેશપરમાર ની રિપોર્ટ 

*********************

નંબર વગરની શંકાસ્પદ કાર સાથે બે યુવકો ઝડપાયા, કારની માલિકી બાબતે ગલ્લાતલ્લા કરતા ધરપકડ શહેરના

 સમા વિસ્તારમાંથી પોલીસે નંબર વગરની કાર સાથે ઝડપી પાડેલા બે યુવકો પાસે કારની માલિકીને લગતી કોઈ માહિતી નહીં મળતા બંનેને અટકાયત કરી પુછપરછ હાથ ધરાઈ છે.


સમા હનુમાનજીના મંદિર પાસે ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નંબર વગરની કાર લઈ જતા બે યુવકોને પોલીસે અટકાવ્યા હતા. આ પૈકી એકનું નામ સચિન બીરબલ સિંહ ચૌધરી અને બીજાનું નામ અશોક તારાચંદ જાટ બંને રહે. જજનું, રાજસ્થાન હોવાનું ખુલ્યું હતું.


આ કાર તેમણે સુનીલ બડોલા પાસે ફેરવવા માટે લીધી હોવાની તેમજ સુનીલે આ કાર સાજીદ ધોબી રહે.યાકુતપુરા પાસે લીધી હોવાની વિગતો બહાર આવતા પોલીસે તપાસ કરી છે.

No comments