એન્કર :: કરજણ તાલુકાના મોજે ગામ પુનીત પુરા ખાતે રંગેચંગે ભુમીપુત્ર આદિવાસી જનનાયક આદિવાસી મસીહા બિરશા મુંડાજીની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમા નિર્માણની ખાતમુહૂર્ત વિધિ યોજાઇ હતી...
ભારત ન્યૂઝ લાઈવ 24
બરોડા બ્યુરો ચીફ
નરેશ પરમાર ની રિપોર્ટ
હર ખબર આપ તક
********--********
********--********
એન્કર :: કરજણ તાલુકાના મોજે ગામ પુનીત પુરા ખાતે રંગેચંગે ભુમીપુત્ર આદિવાસી જનનાયક આદિવાસી મસીહા બિરશા મુંડાજીની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમા નિર્માણની ખાતમુહૂર્ત વિધિ યોજાઇ હતી...
(નરેશ પરમાર સાયર )
વિઓ :: કરજણ તાલુકાના પુનિત પુરા ખાતે આદિવાસી મસીહા વિરભુમી પુત્ર આદીવાસીના ભગવાન બિરશા મુંડાજીની જન્મ જયંતીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. તથા કરજણ તાલુકાના મોજે ગામ પુનીત પુરા ખાતે આદિવાસી મસીહા બિરશા મુંડાજીની પ્રતિમા પ્રસ્થાપિત માટેની ખાતમુહૂર્ત કરાયું હતું. કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટ્યથી થયો હતો.ત્યાર બાદ અતિથિઓનું ગ્રામજનોએ પુષ્પગુચ્છો અર્પણ કરી સ્વાગત કર્યું હતું. બિરશા મુંડાજીની પ્રતિમા મુકવાની જગ્યા પર આવનાર મહેમાન મિનેષ પરમાર એડવોકેટ તથા ગામના જસોદાબેન, સુસીલા બેન, ઉષાબેન દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ મુલનિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર, નવસર્જન ટ્રસ્ટના વિનુભાઈ, કણભા ગામના નરેશ ભાઇ તથા સાધલી ગામના જગદીશભાઈએ હાજર ગ્રામજનોને બિરશા મુંડાજીના જીવન ચરિત્ર વિશે વિસ્તૃત છણાવટ સુંદર ચિતાર આપી આદિવાસી સમાજના ઉત્થાનના મસીહાના વિચારધારા અપનાવવા હાકલ કરી હતી. હાજર ગ્રામજનોને બિરશા મુંડાજીએ સમાજ માટે કરેલ કાયૉ વિશે જાગૃત કર્યા હતા. હાજરજનોએ જય ભીમ જય મુલનિવાસી જય સંવિધાન જય આદિવાસી,જય બિરશા મુંડાજીના નારા લગાવી વાતાવરણને ગજવી મુક્યું હતું.
અા પ્રસંગે નરેશ ભાઇ શાયર, માત્રોજ ગામના સરપંચ શ્રી, રાજુભાઈ સારીગ તથા મુળજીભાઈ, પ્રવીણભાઈ તથા પુનીતપુરા ગામ ના એડવોકેટ અનિલ વસાવા, પરમાર ધર્મેન્દ્રભાઈ, રણછોડભાઈ વસાવા તથા ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મુલનિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમારના નેજા હેઠળ સંપન્ન થયું હતું...
No comments