જિલ્લા પ્રશાસને વાયુના સંભવિત અસરગ્રસ્તોને વિવિધરૂપે મદદરૂપ બની શકે તેવી એનજીઓ મંડળો સેવા સંસ્થાઓનું વોટસએપ ગ્રુપ બનાવ્યું - BHARAT NEWS LIVE 24

Breaking

Wednesday, 12 June 2019

જિલ્લા પ્રશાસને વાયુના સંભવિત અસરગ્રસ્તોને વિવિધરૂપે મદદરૂપ બની શકે તેવી એનજીઓ મંડળો સેવા સંસ્થાઓનું વોટસએપ ગ્રુપ બનાવ્યું

ભારત ન્યૂઝ લાઈવ 24.    ગુજરાત બરોડા બ્યુરો ચીફ નરેશપરમાર ની રિપોર્ટ 

*********************

જિલ્લા પ્રશાસને વાયુના સંભવિત અસરગ્રસ્તોને વિવિધરૂપે મદદરૂપ બની શકે તેવી એનજીઓ મંડળો સેવા સંસ્થાઓનું વોટસએપ ગ્રુપ બનાવ્યું

 

 

રાજય સરકાર જે પ્રકારે જરૂરિયાત જણાવે તે પ્રકારની સંકલિત મદદ મોકલવા જિલ્લા પ્રશાસન કટિબદ્ધ 

આપત્તિગ્રસ્તોને માનવતાના ધોરણે મદદરૂપ થવાનો વડોદરાનો ઉજ્જવળ ઇતિહાસ રહ્યો છે : જિલ્લા કલેકટરશ્રી 


    જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની સૂચના પ્રમાણે જિલ્લા પ્રશાસને વાયુ વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્તોને તમામ પ્રકારની શક્ય તેટલી સહાયતા સુસંકલિત રીતે અને યુદ્ધના ધોરણે મોકલી શકાય તે માટે સેવા, શિક્ષણ, તબીબી સંસ્થાઓ, ઔદ્યોગિક મંડળો અને સેવાભાવી નાગરિક સંગઠનોનું વોટસએપ ગ્રુપ બનાવ્યું છે. જિલ્લા કલેકટરશ્રીએ સંસ્થાઓના પ્રતિનિધિઓને જણાવ્યું હતુ કે, તેના કારણે એફર્ટસનું ડુપ્લીકેશન ટાળી શકાશે અને જે જરૂરિયાતની બાબતમાં જે સંસ્થા સહાયતા માટે સક્ષમ હોય તેવી સંસ્થાઓ પર ફોકસ કરી શકાશે. 

 જિલ્લા કલેકટરશ્રીની સૂચનાથી જિલ્લા પ્રશાસને આજે વિવિધ ક્ષેત્રોમાં મદદરૂપ બનવાની નિપુણતા અને સજ્જતા ધરાવતી સંસ્થાઓની બેઠક યોજી હતી. અત્યંત શોર્ટ નોટિસે યોજવામાં આવેલી આ બેઠકમાં શહેર-જિલ્લાની ૪૦થી વધુ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને તન, મન, ધનથી શક્ય તે સહાય ઉપલબ્ધ કરાવવાની તત્પરતા બતાવી હતી. જિલ્લા કલેકટરે તેમના પ્રોત્સાહક પ્રતિભાવને બિરદાવવાની સાથે જણાવ્યું કે, વડોદરા આફતગ્રસ્તોને મદદરૂપ થવામાં સદૈવ અગ્રેસર રહ્યું છે અને આ બાબતમાં અભિનંદનને પાત્ર સ્પીરીટ ધરાવે છે. 

 રાજય સરકારની સૂચના પ્રમાણે જિલ્લા પ્રશાસને સંસ્થાઓ અને સરકારી ખાતાઓના સહયોગથી સૂકો નાસ્તો-વોટર બોટલના એક લાખ ફુડ પેકેટસ તૈયાર કર્યા છે જે વાયુમાર્ગે રવાના કરાશે એવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે, રાજય સરકાર જે પ્રકારની સહાયતાની જરૂરિયાત દર્શાવે એ પ્રકારની સહાયતા મોકલવા પ્રશાસન સુસજ્જ છે અને વિવિધ સંસ્થાઓનો આ કામમાં નિપુણતા પ્રમાણેનો સહયોગ ખૂબ ઉપયોગી નીવડશે. આ બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટરશ્રી ડી.આર.પટેલે કર્યું હતુ અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેંટ સેલ તેનું સંકલન કરશે.

No comments:

Post a Comment