લૂંટના ઇરાદે નીકળેલી ત્રિપુટી ઝડપાઇ, એક તમંચો અને 9 જીવતા કારતૂસ જપ્ત વડોદરા શહેરના સુભાનપુરા - BHARAT NEWS LIVE 24

Breaking

Thursday, 6 June 2019

લૂંટના ઇરાદે નીકળેલી ત્રિપુટી ઝડપાઇ, એક તમંચો અને 9 જીવતા કારતૂસ જપ્ત વડોદરા શહેરના સુભાનપુરા

ભારત ન્યૂઝ લાઈવ 24         બરોડા બ્યુરો                નરેશપરમાર ની રિપોર્ટ               હર ખબર આપ તક 

*********************

લૂંટના ઇરાદે નીકળેલી ત્રિપુટી ઝડપાઇ, એક તમંચો અને 9 જીવતા કારતૂસ જપ્ત  વડોદરા શહેરના સુભાનપુરા 

વિસ્તારમાં લૂંટારૂ ત્રિપુટી મિટીંગ માટે ભેગી થાય તે પહેલાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ત્રિપુટીની તમંચો અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડી હતી. આ ત્રિપુટીની પૂછપરછમાં અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય નહીં. વડોદરા ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. કે.જે.ધડુકે જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. એસ.એમ.સોની ગોરવા-જવાહરનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને સુભાનપુરામાં 3 વ્યક્તિઓ વડોદરા શહેરમાં કોઇ સ્થળે લૂંટ કરવાનો પ્લાન બનાવવા ભેગા થવાના હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે વોચ ગોઠવી એક્ટિવા ઉપર આવી પહોંચેલા મોઇન હારૂન રાઠોડ (રહે. 286, ગંગાનગર ઝૂપડપટ્ટી, રીફાઇનરી રોડ, વડોદરા), સુનિલ ઉર્ફ બંટી જશુ રાઠોડ (રહે. 255, ગંગાનગર ઝૂપડપટ્ટી, રિફાઇનરી રોડ, વડોદરા) અને મનહરસિંહ રૂપસિંહ રણા (રહે. કરચીયા ગામ, સાવલી)ની ધરપકડ કરી હતી. તેઓની મોપેડની ડીકીમાં તપાસ કરતા તમંચો અને 9 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. વડોદરા શહેરમાં કોઇ સ્થળે લૂંટ કરવા માટે દોઢ વર્ષ પહેલાં સુનિલ ઉર્ફ બંટીએ રૂપિયા 7000માં તમંચો અને રૂપિયા 900માં 9 જીવતા કારતૂસ ખરીદ્યા હતા.

No comments:

Post a Comment