- BHARAT NEWS LIVE 24

Breaking

Tuesday, 4 June 2019

ભારત ન્યૂઝ લાઈવ 24                                                              હર ખબર આપ તક             બરોડા બ્યુરો ચીફ                 નરેશ પરમાર ની રિપોર્ટ                          વડોદરા. શહેરની વુડામાં ફરજ બજાવતા ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર એન.સી. શાહ અને જુનિયર ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા એસ.આર. પટેલને તા. 4 જૂનને મંગળવારના રોજ એ.સી.બી.એ રૂપિયા 1.25 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જમીન કપાતના કેસમાં અધિકારીઓએ રૂપિયા 1.50 લાખની લાંચ માંગી હતી.


વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાના પી.આઇ. એસ.પી. કહારે વિગતો આપતા જણાવ્યું હતું કે, પાદરા ખાતે આવેલી જમીનની કપાત અંગેની ફાઇલ વુડામાં મંજૂર કરાવવા માટે ખેડૂતના આર્કિટેકે મૂકી હતી. વુડાના સી.ઇ.ઓ. નિલેશ ચંદ્રકાંત શાહ (રહે. બંશરી પાર્ક સોસાયટી, આણંદ) અને જુનિયર ટાઉન પ્લાનર શૈલેષ રામજીભાઇ પટેલે (રહે. કમલા પાર્ક સોસાયટી, હરણી-વારસીયા રીંગ રોડ, વડોદરા) ફાઇલ મંજૂર કરાવવા માટે આર્કિટેક પાસે રૂપિયા 1.50 લાખની લાંચની માંગણી કરી હતી. જોકે, તડજોડના અંતે રૂપિયા 1.25 લાખ નક્કી થયા હતા.


આર્કિટેક ફાઇલ મંજૂર કરવા માટે લાંચ આપવા માંગતા ન હતા. આથી તેઓએ એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વુડા કચેરીમાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આર્કિટેક પાસેથી રૂપિયા 1.25 લાખ લેતા જુની ટાઉન પ્લાનર એસ.આર. પટેલને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. તે બાદ ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બર્સમાં બેઠેલા સી.ઇ.ઓ. એન.સી. શાહની ધરપકડ કરવામાં આવી હતી.


વુડાના બે ભ્રષ્ટ અધિકારીઓ આજે રૂપિયા 1.25 લાખની લાંચ લેતા ઝડપાઇ જતાં, વુડા અને કોર્પોરેશનમાં ચકચાર મચી ગઇ હતી. કહેવાય છે કે, લાંચ લેતા ઝડપાયેલા આ બંને અધિકારીઓ પૈસા લીધા વિના કોઇની પણ ફાઇલો મંજૂર કરતા ન હતા. બંનેએ વુડા કચેરીમાં ભ્રષ્ટાચાર કરવામાં માઝા મૂકી દીધી હતી. નોંધનીય છે કે, હાલ વુડાના ચેરમેન મ્યુનિસીપલ કમિશનર અજય ભાદુ છે.

No comments:

Post a Comment