ભારત ન્યૂઝ લાઈવ 24 બરોડા બ્યુરો નરેશપરમાર ની રિપોર્ટ હર ખબર આપ તક - BHARAT NEWS LIVE 24

Breaking

Thursday, 6 June 2019

ભારત ન્યૂઝ લાઈવ 24 બરોડા બ્યુરો નરેશપરમાર ની રિપોર્ટ હર ખબર આપ તક

ભારત ન્યૂઝ લાઈવ 24         બરોડા બ્યુરો નરેશપરમાર ની રિપોર્ટ                                     હર ખબર આપ તક 

*********************

DGPના આદેશ બાદ દારૂના અડ્ડાઓ પર અરવલ્લી પોલીસના દરોડા, અરવલ્લી પોલીસે સફાળી જાગીને મોડાસા, બાયડમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર છાપા માર્યા,  કુલ 29 કેસ કરી 13.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.


ગુજરાતનાં પોલીસ વડાના અને ગાંધીનગર વિભાગના વડાએ ગુજરાતમાંથી દારૂ જુગારના અડ્ડાઓ ઉપર રેડ કરી આ બદીને નાબુદ કરવાનો આદેશ કરતા અરવલ્લી પોલીસ ઉંઘમાંથી સફાળી જાગી હતી. અને દેશી દારૂના અડ્ડાઓ ઉપર તાબડતોડ રેડ કરી બુટલેગરો સામે પ્રતિકાત્મક કાર્યવાહી કરી હતી, ત્યારે પ્રશ્ન એ ઉભો થયો છે કે જો DGP અને DIG એ આવો કોઈ આદેશ ન આપ્યો હોત તો વર્ષોથી ચાલતાં આ અડ્ડાઓ બેરોકટોક આમ જ ચાલતા રહેત ને!! જિલ્લા પોલીસ નાક આંખ કાન અને “મોંઢુ” બંધ કરી આ વધું ચાલવા જ દેત નેં!!  મળતી વિગતો અનુસાર DGP અને DIGનાં દારૂ અને જુગારનાં અડ્ડાઓ ને બંધ કરાવવાનાં આદેશ આપતાં અરવલ્લી પોલીસે મોડાસા તાલુકાના જીવણપુર અને બાયડ તાલુકાનાં આકોડીયા ગામે રેડ કરી હતી અને દેશીની ભઠ્ઠીઓને નાબુદ કરી આરોપીઓની ધરપકડ કરી હતી. 


આ ડ્રાઈવમાં મળેલ સુચનાના આધારે જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમાર અને પીએસઆઇ કે.એસ.સીસોદિયાએ જુદી જુદી ટીમો બનાવી અરવલ્લી જિલ્લાનાં  મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના જીવણપુરા ગામે લતાબેન ભોપાલભાઇ છારા, માનુબેન રમેશભાઈ છારા અને શર્મીલાબેન મોહનભાઈ છારાનાં ધર આગળ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવતાં તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી દેશી દારૂ બનાવવાનાં સાધનોનો નાશ કર્યો હતો. તો બાયડનાં આકોડીયા ગામે મહેશભાઇ પુનાભાઈઝાલાનાં ખેતરમાં રેડ કરી દેશની દારૂ ગાળવાનો તૈયાર કરેલો વોશ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


સમગ્ર કાર્યવાહીમાં જિલ્લા પોલિસ વડાના માર્ગદર્શનમાં જિલ્લામાંથી પ્રોહીબીશનની પ્રવૃત્તી સદંતર અટકાવવા તેમજ નેસ્તનાબુદ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ડ્રાઈવ કરવામાંઆવી હતી. પરંતુ જિલ્લામાં વિદેશી દારૂના અડ્ડા અને દેશી દારૂના ભઠ્ઠા ચલાવતાં મોટા મગરમચ્છોને બદલે નાની માછલીઓ ઉપરની કાર્યવાહી આ સમગ્ર આશયની સફળતા ઉપર શંકા ઉપજાવે છે.

No comments:

Post a Comment