ભારત ન્યૂઝ લાઈવ 24 બરોડા બ્યુરો ચીફ નરેશપરમાર ની રિપોર્ટ ********************* પર્યાવરણ દિવસ / VMCનો ચોંકાવનારો રિપોર્ટ, વડોદરામાં મંગળબજારમાં સૌથી વધુ પ્રદૂષણ થાય - BHARAT NEWS LIVE 24

Breaking

Friday, 7 June 2019

ભારત ન્યૂઝ લાઈવ 24 બરોડા બ્યુરો ચીફ નરેશપરમાર ની રિપોર્ટ ********************* પર્યાવરણ દિવસ / VMCનો ચોંકાવનારો રિપોર્ટ, વડોદરામાં મંગળબજારમાં સૌથી વધુ પ્રદૂષણ થાય

ભારત ન્યૂઝ લાઈવ 24           બરોડા બ્યુરો ચીફ નરેશપરમાર ની રિપોર્ટ 

*********************

પર્યાવરણ દિવસ / VMCનો ચોંકાવનારો રિપોર્ટ, વડોદરામાં મંગળબજારમાં સૌથી વધુ પ્રદૂષણ થાય છે


વડોદરા શહેરમાં સૌથી પ્રદૂષિત હવા ટ્રાફિકથી ધમધમતા મંગળબજાર વિસ્તારની છે. આ વિસ્તારમાં હવામાં કાર્બન મોનોક્સાઇડ અને હવામાં તરતા રજકણોનું પ્રદૂષણ વડોદરા શહેરમાં સૌથી વધુ છે. આ ઘટસ્ફોટ છેલ્લા 10 દિવસ દરમિયાન પાલિકા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મૂકાયેલાં હવાની ગુણવત્તા માપતાં મશીનના અહેવાલ પરથી થયો છે.


મંગળબજારમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ 0.44 માઇક્રોગ્રામથી માંડીને 0.83 નોંધાયું

વડોદરાના મંગળબજાર, મકરપુરા જીઆઇડીસી, છાણી ટોલનાકા, ટ્રાન્સપેક એરિયા અને બાપોદ (વોર્ડ ઓફિસ) ખાતે મૂકાયેલાં એર ક્વોલિટી મીટરના ડેટાનો તુલનાત્મક અભ્યાસ ભાસ્કર દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં મંગળબજાર વિસ્તારમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ 0.44 માઇક્રોગ્રામથી માંડીને 0.83 નોંધાયું હતું. જ્યારે હવામાં સૌથી વધુ હાનિકારક તરતા 2.5 માઇક્રોનના રજકણોનું પ્રમાણ 42થી 64 જેટલું છે, જે શહેરમાં સૌથી વધારે છે.


હજારો ટુ વ્હીલર્સ અને રિક્ષાઓ પસાર થાય છે

મંગળબજાર વિસ્તારમાં હવાનું આ પ્રદૂષણ મકરપુરા જીઆઇડીસી અને ટ્રાન્સપેક અરિયા કરતાં પણ વધારે છે. મંગળબજારના આ પ્રદૂષણ પાછળ અહીંથી દિવસ દરમિયાન પસાર થતાં હજારો ટુ વ્હીલર્સ અને રિક્ષાઓ છે. આ ઉપરાંત આ વિસ્તાર સહિત સમગ્ર ચાર દરવાજા વિસ્તારમાં વૃક્ષો પણ નહીંવત્ છે તેથી કાર્બન ડાયોક્સાઇડ પણ શોષાતો નથી. ઉલ્લેખનીય છે કે, 350 મીટર લાંબા એમજી રોડ પર 350 મીટરની પાર્કિંગ ફેસિલિટીમાં જ્યાં 380 વાહનો પાર્ક થવાં જોઇએ તેના બદલે 889થી 900 વાહનો પાર્ક થાય છે.


છેલ્લા પાંચ દિવસનું વિવિધ વિસ્તારનું પ્રદૂષણ

વિસ્તારનું નામ 2.5 માઇક્રોનના કણો 10 માઇક્રોનના કણો કાર્બન મોનોક્સાઇડ

મંગળબજાર 50.1થી 64.81 168.72થી 230.54 0.42થી 0.69

મકરપુરા GIDC 23.0થી 28.7 105.05થી 136.49 0.33થી 0.39

છાણીટોલ નાકા 32.1થી 37.5 155.27થી 179.71 0.54થી 0.66

ટ્રાન્સપેક એરિયા 27.1થી 33.9 114.15થી 136.67 0.47થી 0.49

બાપોદ 27.1થી 35.6 159.49થી 182.92 0.35થી 0.42

તારીખ : 31 મેથી 4 જૂન (બપોરે 3.30થી રાતના 8.45 દરમિયાન)

No comments:

Post a Comment